નહેમ્યા ૧૨:૪૩
અને તે દિવસે તેમણે પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કેમ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એટલો મોટો હતો કે તેનો અવાજ યરુશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.નહેમ્યા ૧૨:૪૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 12:43
- They offered great sacrifices that day, and rejoiced, for God had made them rejoice with great joy; and the women and the children also rejoiced, so that the joy of Jerusalem was heard even far away.
- हिन्दी — नहेम्याह १२:४३
- उसी दिन लोगों ने बड़े-बड़े मेलबलि चढ़ाए, और आनन्द किया; क्योंकि परमेश्वर ने उनको बहुत ही आनन्दित किया था; स्त्रियों ने और बाल-बच्चों ने भी आनन्द किया। यरूशलेम के आनन्द की ध्वनि दूर-दूर तक फैल गई।
સંદર્ભમાં
૪૧પછી યાજકોએ તેઓની જગ્યા લીધી: એલ્યાકીમ, માસેયા, મિન્યામીન, મિખાયા, એલ્યોએનાય, ઝખાર્યા, હનાન્યા, આ યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા;
૪૨માસેયા, શમાયા, એલાઝાર, ઉઝિઝ, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર. ગાનારાઓ તેમને દોરનાર યિઝાહ્યાની સાથે ગાતા હતા.
૪૩અને તે દિવસે તેમણે પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કેમ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એટલો મોટો હતો કે તેનો અવાજ યરુશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.
૪૪તે દિવસે ભંડારો, ઉચ્છાલીયાર્પણ, પ્રથમફળો તથા દશાંશોના ભંડારો ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા. જેથી તેઓ નગરોના ખેતરો પ્રમાણે યાજકોને તથા લેવીઓને સારુ નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે. કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો અને લેવીઓના લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો.
૪૫તેઓએ, ગાનારાઓએ તથા દ્વારપાળોએ પોતાના ઈશ્વરની સેવા કરી તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે શુદ્ધિકરણની સેવા બજાવી.
