નહેમ્યા ૧૩:૧૦
મને એ પણ ખબર પડી કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવતા ન હતા. તેથી લેવીઓ તથા ગાનારાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા હતા.નહેમ્યા ૧૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 13:10
- I perceived that the portions of the Levites had not been given them, so that the Levites and the singers, who did the work, had each fled to his field.
- हिन्दी — नहेम्याह १३:१०
- फिर मुझे मालूम हुआ कि लेवियों का भाग उन्हें नहीं दिया गया है; और इस कारण काम करनेवाले लेवीय और गवैये अपने-अपने खेत को भाग गए हैं।
સંદર્ભમાં
૮ત્યારે હું ઘણો ક્રોધિત થયો અને મેં તે રૂમમાંથી ટોબિયાનો સર્વ સામાન બહાર ફેંકી દીધો.
૯તેને શુદ્ધ કરવાનો મેં હુકમ કર્યો અને પછી ઈશ્વરના ભક્તિસ્થાનનાં પાત્રો, ખાદ્યાર્પણો તથા લોબાન હું તેમાં પાછાં લાવ્યો.
૧૦મને એ પણ ખબર પડી કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવતા ન હતા. તેથી લેવીઓ તથા ગાનારાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા હતા.
૧૧તેથી મેં આગેવાનોની સાથે ઉગ્ર થઈને પૂછ્યું, “શા માટે ઈશ્વરના સભાસ્થાનને તુચ્છકારવામાં આવે છે? મેં લેવીઓને એકત્ર કરીને તેઓને પોતપોતાની જગ્યા પર રાખ્યા.
૧૨પછી યહૂદિયાના સર્વ લોકો અનાજનો, દ્રાક્ષારસનો તથા તેલનો દસમો ભાગ ભંડારમાં લાવવા લાગ્યા.
