નહેમ્યા ૧૩:૧૪
મેં પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર, આ મારાં સારાં કાર્યોને યાદ રાખજો અને ઈશ્વરના સભાસ્થાનને માટે તથા તેની સેવાને માટે મેં જે સારા કામ કર્યાં છે તેને નષ્ટ થવા દેશો નહિ.નહેમ્યા ૧૩:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 13:14
- Remember me, my God, concerning this, and don’t wipe out my good deeds that I have done for the house of my God, and for its observances.
- हिन्दी — नहेम्याह १३:१४
- हे मेरे परमेश्वर! मेरा यह काम मेरे हित के लिये स्मरण रख, और जो-जो सुकर्म मैंने अपने परमेश्वर के भवन और उसमें की आराधना के विषय किए हैं उन्हें मिटा न डाल।
સંદર્ભમાં
૧૨પછી યહૂદિયાના સર્વ લોકો અનાજનો, દ્રાક્ષારસનો તથા તેલનો દસમો ભાગ ભંડારમાં લાવવા લાગ્યા.
૧૩તે ભંડારો ઉપર મેં ખજાનચીઓ નીમ્યા તેઓ આ છે: શેલેમ્યા યાજક, સાદોક શાસ્ત્રી તથા લેવીઓમાંનો પદાયા. તેઓના પછી માત્તાન્યાનો દીકરો ઝાક્કૂરનો દીકરો હાનાન હતો, કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા. પોતાના ભાઈઓને વહેંચી આપવું, એ તેઓનું કામ હતું.
૧૪મેં પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર, આ મારાં સારાં કાર્યોને યાદ રાખજો અને ઈશ્વરના સભાસ્થાનને માટે તથા તેની સેવાને માટે મેં જે સારા કામ કર્યાં છે તેને નષ્ટ થવા દેશો નહિ.
૧૫તે સમયે યહૂદિયામાં મેં કેટલાક લોકોને વિશ્રામવારના દિવસે દ્રાક્ષચક્કીમાં દ્રાક્ષ પીલતા તથા અનાજની ગૂણો અંદર લાવી ગધેડા પર લાદતા અને દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરુશાલેમમાં લાવતા જોયા. તેઓને અન્ન વેચતા પણ મેં જોયા, ત્યારે મેં તે દિવસે તેઓની સામે વાંધો લીધો.
૧૬યરુશાલેમમાં તૂરના માણસો પણ રહેતા હતા, જેઓ માછલી તથા બીજી બધી જાતનો માલ લાવતા અને વિશ્રામવારના દિવસે યહૂદિયાના લોકોને તે વેચતા.
