નહેમ્યા ૩:૧
પછી એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને ઘેટાંનો દરવાજો બાંધ્યો. તેઓએ તેને પવિત્ર કર્યા પછી તેનાં સ્થાને બારણાં બેસાડ્યાં. તેઓએ હામ્મેઆહના બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.નહેમ્યા ૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 3:1
- Then Eliashib the high priest rose up with his brothers the priests, and they built the sheep gate. They sanctified it, and set up its doors. They sanctified it even to the tower of Hammeah, to the tower of Hananel.
- हिन्दी — नहेम्याह ३:१
- तब एल्याशीब महायाजक ने अपने भाई याजकों समेत कमर बाँधकर भेड़फाटक को बनाया। उन्होंने उसकी प्रतिष्ठा की, और उसके पल्लों को भी लगाया; और हम्मेआ नामक गुम्मट तक वरन् हननेल के गुम्मट के पास तक उन्होंने शहरपनाह की प्रतिष्ठा की।
સંદર્ભમાં
૧પછી એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને ઘેટાંનો દરવાજો બાંધ્યો. તેઓએ તેને પવિત્ર કર્યા પછી તેનાં સ્થાને બારણાં બેસાડ્યાં. તેઓએ હામ્મેઆહના બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.
૨તેની પાસે યરીખોના માણસો બાંધકામ કરતા હતા. તેઓની પાસે ઈમ્રીનો દીકરો ઝાક્કૂર બાંધકામ કરતો હતો.
૩હસ્સેનાના દીકરાઓએ મચ્છીદરવાજો બાંધ્યો. તેઓએ તેના મોભ ગોઠવ્યા અને તેના દરવાજા બેસાડ્યા. મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી.
