નહેમ્યા ૩:૨૫
ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ પાસે ચોકીદારોના આંગણા આગળ હતો, તેની સામે મરામત કરતો હતો. તેની બાજુમાં પારોશનો પુત્ર પદાયા મરામત કરતો હતો.નહેમ્યા ૩:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 3:25
- Palal the son of Uzai made repairs opposite the turning of the wall, and the tower that stands out from the upper house of the king, which is by the court of the guard. After him Pedaiah the son of Parosh made repairs.
- हिन्दी — नहेम्याह ३:२५
- फिर उसी मोड़ के सामने जो ऊँचा गुम्मट राजभवन से बाहर निकला हुआ बन्दीगृह के आँगन के पास है, उसके सामने ऊजै के पुत्र पालाल ने मरम्मत की। इसके बाद परोश के पुत्र पदायाह ने मरम्मत की।
સંદર્ભમાં
૨૩તેઓની બાજુમાં બિન્યામીન તથા હાશ્શૂબ પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેઓની બાજુમાં અનાન્યાનો પુત્ર માસેયાનો પુત્ર અઝાર્યા તેના પોતાના ઘર આગળ મરામત કરતો હતો.
૨૪તેના પછી હેનાદાદનો પુત્ર બિન્નૂઈ અઝાર્યાના ઘરથી તે કોટના ખાંચા સુધી, બીજા ભાગની મરામત કરતો હતો.
૨૫ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ પાસે ચોકીદારોના આંગણા આગળ હતો, તેની સામે મરામત કરતો હતો. તેની બાજુમાં પારોશનો પુત્ર પદાયા મરામત કરતો હતો.
૨૬હવે ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહેતા હતા, તેઓ પૂર્વની બાજુ પાણીના દરવાજાથી તે બહાર પડતા બુરજ સુધીના ખૂણાની મરામત કરતા હતા.
૨૭તેની બાજુમાં તકોઈઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે છેક ઓફેલના કોટ સુધી બીજા એક ભાગની મરામત કરતા હતા.
