નહેમ્યા ૩:૬
જૂના દરવાજાનું સમારકામ પાસેઆનો દીકરો યોયાદા તથા બસોદ્યાનો દીકરો મશુલ્લામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના દરવાજા બેસાડ્યા અને મિજાગરાં જડીને ભૂંગળો બેસાડી.નહેમ્યા ૩:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 3:6
- Joiada the son of Paseah and Meshullam the son of Besodeiah repaired the old gate. They laid its beams and set up its doors, its bolts, and its bars.
- हिन्दी — नहेम्याह ३:६
- फिर पुराने फाटक की मरम्मत पासेह के पुत्र योयादा और बसोदयाह के पुत्र मशुल्लाम ने की; उन्होंने उसकी कड़ियाँ लगाईं, और उसके पल्ले, ताले और बेंड़े लगाए।
સંદર્ભમાં
૪તેઓની પાસે હાક્કોસનો દીકરો, ઉરિયાનો દીકરો, મરેમોથ મરામત કરતો હતો. તેની પાસે મશેઝાબએલનો દીકરો બેરેખ્યાનો દીકરો મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાનાહનો દીકરો સાદોક સમારકામ કરતો હતો.
૫તેની પછી તકોઈઓ મરામત કરતા હતા, પણ તેઓના આગેવાનોએ પોતાના માલિકના કામમાં મદદ કરી નહિ.
૬જૂના દરવાજાનું સમારકામ પાસેઆનો દીકરો યોયાદા તથા બસોદ્યાનો દીકરો મશુલ્લામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના દરવાજા બેસાડ્યા અને મિજાગરાં જડીને ભૂંગળો બેસાડી.
૭તેઓની પાસે મલાટયા ગિબ્યોની તથા યાદોન મેરોનોથી હતા. ગિબ્યોન તથા મિસ્પાના માણસો મિસ્પા નદીની પેલે પારના રાજ્યપાલને આધીન હતા. તેઓ સમારકામ કરતા હતા.
૮તેઓની પાસે હાર્હાયાનો દીકરો ઉઝિયેલ સમારકામ કરતો હતો, તે સોની હતો. તેની પાસે હનાન્યા નામનો એક ગાંધી મરામત કરતો હતો. તેઓએ પહોળા કોટ સુધી યરુશાલેમનો કોટ બાંધ્યો.
