નહેમ્યા ૩:૯
તેઓની બાજુમાં હૂરનો દીકરો રફાયા સમારકામ કરતો હતો. તે યરુશાલેમના અર્ધા વિભાગનો અધિકારી હતો.નહેમ્યા ૩:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 3:9
- Next to them, Rephaiah the son of Hur, the ruler of half the district of Jerusalem, made repairs.
- हिन्दी — नहेम्याह ३:९
- उनसे आगे हूर के पुत्र रपायाह ने, जो यरूशलेम के आधे जिले का हाकिम था, मरम्मत की।
સંદર્ભમાં
૭તેઓની પાસે મલાટયા ગિબ્યોની તથા યાદોન મેરોનોથી હતા. ગિબ્યોન તથા મિસ્પાના માણસો મિસ્પા નદીની પેલે પારના રાજ્યપાલને આધીન હતા. તેઓ સમારકામ કરતા હતા.
૮તેઓની પાસે હાર્હાયાનો દીકરો ઉઝિયેલ સમારકામ કરતો હતો, તે સોની હતો. તેની પાસે હનાન્યા નામનો એક ગાંધી મરામત કરતો હતો. તેઓએ પહોળા કોટ સુધી યરુશાલેમનો કોટ બાંધ્યો.
૯તેઓની બાજુમાં હૂરનો દીકરો રફાયા સમારકામ કરતો હતો. તે યરુશાલેમના અર્ધા વિભાગનો અધિકારી હતો.
૧૦તેની બાજુમાં હરુમાફનો દીકરો યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેની પાસે હશાબ્નયાનો દીકરો હાટ્ટુશ મરામત કરતો હતો.
૧૧હારીમનો દીકરો માલ્કિયા તથા પાહાથ-મોઆબનો દીકરો હાશ્શૂબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા.
