નહેમ્યા ૫:૨
તેમાંના કેટલાંક કહેવા લાગ્યાં કે, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ. તેથી અમને અનાજ આપો કે જેથી અમે તે ખાઈને જીવતાં રહીએ.”નહેમ્યા ૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 5:2
- For there were some who said, “We, our sons and our daughters, are many. Let us get grain, that we may eat and live.”
- हिन्दी — नहेम्याह ५:२
- कुछ तो कहते थे, “हम अपने बेटे-बेटियों समेत बहुत प्राणी हैं, इसलिए हमें अन्न मिलना चाहिये कि उसे खाकर जीवित रहें।”
સંદર્ભમાં
૧પછી લોકોએ તથા તેઓની સ્ત્રીઓએે પોતાના યહૂદી ભાઈઓની વિરુદ્ધ મોટો પોકાર કર્યો.
૨તેમાંના કેટલાંક કહેવા લાગ્યાં કે, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ. તેથી અમને અનાજ આપો કે જેથી અમે તે ખાઈને જીવતાં રહીએ.”
૩ત્યાં વળી બીજા કેટલાંક કહેવા લાગ્યાં કે, “દુકાળ દરમિયાન અમે અમારા ખેતરો, દ્રાક્ષવાડીઓ તથા ઘરો અનાજ મેળવવા માટે ગીરો મૂકવાને તૈયાર છીએ.”
૪કેટલાકે એમ કહ્યું, “રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારા ખેતરો તથા દ્રાક્ષવાડીઓ ઉપર પૈસા ઉપાડ્યા છે.
