ગણના ૧૩:૨૮
તોપણ તે દેશનાં લોકો શક્તિશાળી છે તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા.ગણના ૧૩:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 13:28
- However, the people who dwell in the land are strong, and the cities are fortified and very large. Moreover, we saw the children of Anak there.
- हिन्दी — गिनती १३:२८
- परन्तु उस देश के निवासी बलवान हैं, और उसके नगर गढ़वाले हैं और बहुत बड़े हैं; और फिर हमने वहाँ अनाकवंशियों को भी देखा।
સંદર્ભમાં
૨૬તેઓ ત્યાંથી મૂસા તથા હારુનની પાસે તથા ઇઝરાયલપુત્રોની આખી જમાત પાસે પારાનના અરણ્યમાં કાદેશમાં આવ્યા. અને તેઓને તથા આખી જમાતને તેઓએ જાણ કરી. અને તે દેશનાં ફળ તેઓને બતાવ્યાં.
૨૭તેઓએ મૂસાને કહ્યું, “તેં અમને જે દેશમાં મોકલ્યા ત્યાં અમે ગયા, તે ખરેખર દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે. અને આ તેનું ફળ છે.
૨૮તોપણ તે દેશનાં લોકો શક્તિશાળી છે તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા.
૨૯અમાલેકીઓ નેગેબમાં રહે છે. અને પહાડી પ્રદેશોમાં હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ રહે છે. અને કનાનીઓ સમુદ્ર પાસે અને યર્દનને કાંઠે રહે છે.”
૩૦પછી કાલેબે મૂસાની પાસે ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, ચાલો, આપણે હુમલો કરી તે દેશનો કબજો લઈએ, કેમ કે આપણે તેને જીતી શકવા માટે સમર્થ છીએ.”
