ગણના ૧૪:૨૬
યહોવાહ મૂસા અને હારુનની સાથે બોલ્યા. તેમણે કહ્યું,ગણના ૧૪:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 14:26
- The LORD spoke to Moses and to Aaron, saying,
- हिन्दी — गिनती १४:२६
- फिर यहोवा ने मूसा और हारून से कहा,
સંદર્ભમાં
૨૪સિવાય મારો સેવક કાલેબ કેમ કે તેને જુદો આત્મા હતો. અને તે મારા માર્ગમાં સંપૂર્ણપણે ચાલ્યો છે. તે માટે જે દેશમાં એ ગયો છે તે દેશમાં હું તેને લઈ જઈશ અને તેના સંતાન તેનું વતન પ્રાપ્ત કરશે.
૨૫હાલ અમાલેકીઓ અને કનાનીઓ મેદાનમાં વસે છે. તેથી કાલે તમે પાછા ફરો અને સૂફ સમુદ્રને રસ્તે પાછા અરણ્યમાં જાઓ.”
૨૬યહોવાહ મૂસા અને હારુનની સાથે બોલ્યા. તેમણે કહ્યું,
૨૭“આ દુષ્ટ લોકો જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેઓનું હું ક્યાં સુધી સહન કરું? ઇઝરાયલી લોકોની કચકચ જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે સર્વ મેં સાંભળી છે.
૨૮યહોવાહ કહે છે કે, તેઓને કહે કે, ‘હું જીવિત છું,’ જેમ તમે મારા કાનોમાં બોલ્યા તેમ હું નક્કી કરીશ;
