ગણના ૧૬:૨૦
પછી યહોવાહ મૂસા તથા હારુન સાથે બોલ્યા;ગણના ૧૬:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 16:20
- The LORD spoke to Moses and to Aaron, saying,
- हिन्दी — गिनती १६:२०
- तब यहोवा ने मूसा और हारून से कहा,
સંદર્ભમાં
૧૮તેથી તે પ્રત્યેક માણસે પોતાનું ધૂપપાત્ર લીધું, તેમાં અગ્નિ મૂક્યો તથા ધૂપ નાખ્યું અને મૂસા તથા હારુનની સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.
૧૯કોરાએ આખી જમાતને મૂસા તથા હારુન વિરુદ્ધ મુલાકાતમંડપના દ્વાર પાસે એકઠી કરી અને આખી જમાતને યહોવાહનું ગૌરવ દેખાયું.
૨૦પછી યહોવાહ મૂસા તથા હારુન સાથે બોલ્યા;
૨૧“આ જમાત મધ્યેથી પોતાને અલગ કરો કે હું તેઓનો તરત જ નાશ કરું.”
૨૨મૂસાએ તથા હારુને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, “ઈશ્વર, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, જો એક માણસ પાપ કરે તો શું તમે આખી જમાત પ્રત્યે કોપાયમાન થશો?”
