ગણના ૧૬:૩૬
પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા તેમણે કહ્યું કે,ગણના ૧૬:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 16:36
- The LORD spoke to Moses, saying,
- हिन्दी — गिनती १६:३६
- तब यहोवा ने मूसा से कहा,
સંદર્ભમાં
૩૪તેમની ચીસો સાંભળીને આસપાસ ઊભેલા બધા ઇઝરાયલીઓ નાસવા માંડયા. તેઓએ કહ્યું, “રખેને આપણને પણ ધરતી ગળી જાય!”
૩૫પછી યહોવાહ પાસેથી અગ્નિ ધસી આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા અઢીસો માણસોને ભસ્મ કર્યા.
૩૬પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા તેમણે કહ્યું કે,
૩૭“હારુન યાજકના દીકરા એલાઝાર સાથે વાત કર અને કહે કે, અગ્નિમાંથી ધૂપદાનીઓ લઈ લે, કેમ કે તે ધૂપ પવિત્ર છે, મારા માટે મુકરર થયેલ છે. તે કોલસા અને રાખ વિખેરી નાખ.
૩૮જેઓએ પાપ કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે તે ધૂપપાત્ર લઈ લે. તેમને ટીપીને વેદીને ઢાંકવા માટે પતરાં બનાવવાં. તે પુરુષોએ તેઓનું અર્પણ મને કર્યું, તેથી તેઓ પવિત્ર છે, મારા માટે મુકરર કરેલ છે. તેઓ ઇઝરાયલી લોકોને માટે ચિહ્નરૂપ થશે.”
