ગણના ૧૯:૧
યહોવાહે મૂસા તથા હારુન સાથે વાત કરી તેમણે મૂસાને કહ્યું,ગણના ૧૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 19:1
- The LORD spoke to Moses and to Aaron, saying,
- हिन्दी — गिनती १९:१
- फिर यहोवा ने मूसा और हारून से कहा,
સંદર્ભમાં
૧યહોવાહે મૂસા તથા હારુન સાથે વાત કરી તેમણે મૂસાને કહ્યું,
૨“જે કાનૂન તથા નિયમ હું લોકોને ફરમાવું છે તે આ છે: ઇઝરાયલના લોકોને આ કાનૂનો જણાવો: ઇઝરાયલના લોકોને કહો કે, તેઓ ખોડખાંપણ વગરની અને જેના પર કદી ઝૂંસરી લાદવામાં આવી ન હોય તેવી લાલ વાછરડી તારી પાસે લાવે.
૩લાલ વાછરડી એલાઝાર યાજકને આપ. તે તેને છાવણી બહાર લાવે અને કોઈ તેની સામે તે વાછરડીને મારી નાખે.
