ગણના ૧૯:૧૬
જો કોઈ વ્યક્તિ તંબુની બહાર તલવારથી મારી નંખાયેલાનો, મૃતદેહનો, માણસનાં હાડકાંનો, કે કબરનો સ્પર્શ કરે તો તે વ્યક્તિ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.ગણના ૧૯:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 19:16
- “Whoever in the open field touches one who is slain with a sword, or a dead body, or a bone of a man, or a grave, shall be unclean seven days.
- हिन्दी — गिनती १९:१६
- और जो कोई मैदान में तलवार से मारे हुए को, या मृत शरीर को, या मनुष्य की हड्डी को, या किसी कब्र को छूए, तो सात दिन तक अशुद्ध रहे।
સંદર્ભમાં
૧૪જ્યારે કોઈ માણસ તંબુમાં મૃત્યુ પામે ત્યારે તેના માટે આ નિયમ છે. પ્રત્યેક વ્યક્તિ જે તંબુમાં જાય અને પ્રત્યેક વ્યક્તિ જે તંબુમાં હોય તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
૧૫દરેક ખુલ્લું પાત્ર, જેના પર ઢાંકણ ન હોય તે અશુદ્ધ છે.
૧૬જો કોઈ વ્યક્તિ તંબુની બહાર તલવારથી મારી નંખાયેલાનો, મૃતદેહનો, માણસનાં હાડકાંનો, કે કબરનો સ્પર્શ કરે તો તે વ્યક્તિ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
૧૭અશુદ્ધ વ્યક્તિ માટે આ પ્રમાણે કર. પાપાર્થાર્પણના દહનની રાખ લઈને તેનું વાસણમાં ઝરાના પાણી સાથે મિશ્રણ કર.
૧૮જે કોઈ શુદ્ધ હોય તેણે ઝુફો લઈને પાણીમાં બોળીને મંડપ ઉપર તથા તેમાંના બધાં પાત્રો ઉપર તથા ત્યાં જે બધા માણસો હતા તેઓ પર છાંટવું, જે વ્યક્તિએ હાડકાને, મૃત્યુ પામેલા વ્યક્તિને, મારી નાખવામાં આવેલા વ્યક્તિને કે કબરને સ્પર્શ કર્યો હોય તેની ઉપર પણ છાટવું.
