ગણના ૨૦:૨૬
હારુનના યાજકપણાનાં વસ્ત્રો ઉતારી લઈને તેને તેના દીકરા એલાઝારને પહેરાવ. હારુન ત્યાં મરી જશે અને પોતાના પૂર્વજોની સાથે ભળી જશે.”ગણના ૨૦:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 20:26
- and strip Aaron of his garments, and put them on Eleazar his son. Aaron shall be gathered, and shall die there.”
- हिन्दी — गिनती २०:२६
- और हारून के वस्त्र उतारकर उसके पुत्र एलीआजर को पहना; तब हारून वहीं मरकर अपने लोगों में जा मिलेगा।”
સંદર્ભમાં
૨૪“હારુન તેના પૂર્વજો સાથે ભળી જશે, કેમ કે જે દેશ મેં ઇઝરાયલ લોકોને આપ્યો છે તેમાં તે પ્રવેશ કરશે નહિ. કેમ કે તમે બન્નેએ મરીબાહનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ બળવો કર્યો હતો.
૨૫તું હારુન અને તેના દીકરા એલાઝારને લઈને તેઓને હોર પર્વત પર લાવ.
૨૬હારુનના યાજકપણાનાં વસ્ત્રો ઉતારી લઈને તેને તેના દીકરા એલાઝારને પહેરાવ. હારુન ત્યાં મરી જશે અને પોતાના પૂર્વજોની સાથે ભળી જશે.”
૨૭યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તેમ મૂસાએ કર્યું. આખી જમાતના દેખતાં તેઓ હોર પર્વત પર ગયા.
૨૮મૂસાએ હારુનનાં યાજકપદનાં વસ્ત્રો ઉતારીને તેના દીકરા એલાઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતનાં શિખર પર હારુન મરી ગયો. પછી મૂસા અને એલાઝાર નીચે આવ્યા.
