ગણના ૨૩:૨૫
પછી બાલાકે બલામને કહ્યું, “તેઓને શાપ ન દે તેમ જ આશીર્વાદ પણ ન આપ.”ગણના ૨૩:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 23:25
- Balak said to Balaam, “Neither curse them at all, nor bless them at all.”
- हिन्दी — गिनती २३:२५
- तब बालाक ने बिलाम से कहा, “उनको न तो श्राप देना, और न आशीष देना।”
સંદર્ભમાં
૨૩યાકૂબ વિરુદ્ધ કોઈ મંત્રતંત્ર નહિ ચાલે, ઇઝરાયલ પર કંઈ પણ મંત્રવિદ્યા ચાલશે નહિ. ઇઝરાયલ તથા યાકૂબ વિષે કહેવાશે કે, ‘જુઓ ઈશ્વરે કેવું કર્યું છે!’
૨૪જુઓ, લોકો સિંહણની જેમ ઊઠે છે, જેમ સિંહ બહાર નીકળીને હુમલો કરે છે. તે મારેલો શિકાર ખાય અને તેનું રક્ત પીવે નહિ ત્યાં સુધી તે સૂઈ જશે નહિ.”
૨૫પછી બાલાકે બલામને કહ્યું, “તેઓને શાપ ન દે તેમ જ આશીર્વાદ પણ ન આપ.”
૨૬પણ બલામે બાલાકને જવાબ આપીને કહ્યું, “શું મેં તને કહ્યું ન હતું કે યહોવાહ મને જે કહેશે તે જ હું કહીશ.”
૨૭બાલાકે બલામને જવાબ આપ્યો, “હવે આવ, હું તને બીજી જગ્યાએ લઈ જાઉં. કદાચ ઈશ્વર પ્રસન્ન થાય અને ત્યાંથી તું તેઓને મારે સારુ શાપ આપે.”
