ગણના ૨૪:૮
ઈશ્વર તેઓને મિસરમાંથી કાઢી લાવે છે. તેનામાં જંગલી બળદના જેવી તાકાત છે. તે પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને ખાઈ જશે. તે તેઓનાં હાડકાં ભાંગીને ટુકડા કરશે. તે પોતાના તીરોથી તેઓને વીંધી નાખશે.ગણના ૨૪:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 24:8
- God brings him out of Egypt. He has as it were the strength of the wild ox. He shall consume the nations his adversaries, shall break their bones in pieces, and pierce them with his arrows.
- हिन्दी — गिनती २४:८
- उसको मिस्र में से परमेश्वर ही निकाले लिए आ रहा है; वह तो जंगली साँड़ के समान बल रखता है, जाति-जाति के लोग जो उसके द्रोही हैं उनको वह खा जाएगा, और उनकी हड्डियों को टुकड़े-टुकड़े करेगा, और अपने तीरों से उनको बेधेगा।
સંદર્ભમાં
૬ખીણોની માફફ તેઓ પથરાયેલા છે, નદીકિનારે બગીચા જેવા, યહોવાહે રોપેલા અગરના છોડ જેવા, પાણી પાસેના દેવદાર વૃક્ષ જેવા.
૭તેની ડોલમાંથી પાણી વહેશે, ઘણાં પાણીઓમાં તેનું બીજ છે. તેઓનો રાજા અગાગ કરતાં મોટો થશે, તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.
૮ઈશ્વર તેઓને મિસરમાંથી કાઢી લાવે છે. તેનામાં જંગલી બળદના જેવી તાકાત છે. તે પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને ખાઈ જશે. તે તેઓનાં હાડકાં ભાંગીને ટુકડા કરશે. તે પોતાના તીરોથી તેઓને વીંધી નાખશે.
૯તે સિંહ તથા સિંહણની માફક નીચે નમીને ઊંઘે છે. તેને ઉઠાડવાની હિંમત કોણ કરે? તને જે આશીર્વાદ આપે તે આશીર્વાદિત થાઓ; તને જે શાપ આપે તે શાપિત થાઓ.”
૧૦બાલાકને બલામ પર ખૂબ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેણે પોતાના હાથ મસળ્યા. બાલાકે બલામને કહ્યું, “મારા દુશ્મનોને શાપ આપવા માટે મેં તને બોલાવ્યો છે, પણ જો, તેં ત્રણ વાર તેઓને આશીર્વાદ આપ્યો.
