ગણના ૨૮:૧૧
દરેક મહિનાના પ્રથમ દિવસે તમે યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખોડખાંપણ વગરના બે વાછરડો, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચઢાવો.ગણના ૨૮:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 28:11
- “‘In the beginnings of your months, you shall offer a burnt offering to the LORD: two young bulls, one ram, seven male lambs a year old without defect,
- हिन्दी — गिनती २८:११
- “फिर अपने महीनों के आरम्भ में प्रतिमाह यहोवा के लिये होमबलि चढ़ाना; अर्थात् दो बछड़े, एक मेढ़ा, और एक-एक वर्ष के निर्दोष भेड़ के सात नर बच्चे;
સંદર્ભમાં
૯“વિશ્રામવારને દિવસે તમારે ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે હલવાન ચઢાવવા, ખાદ્યાર્પણ તરીકે બે દશાંશ એફાહ મેંદાનો લોટ તેલમાં મોહેલો અને તેનું પેયાર્પણ ચઢાવવું.
૧૦દરેક વિશ્રામવારનું દહનીયાપર્ણ અને રોજનું દહનીયાર્પણ અને પેયાર્પણ ઉપરાંત એ છે.
૧૧દરેક મહિનાના પ્રથમ દિવસે તમે યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખોડખાંપણ વગરના બે વાછરડો, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચઢાવો.
૧૨પ્રત્યેક બળદને સારુ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ ખાદ્યાર્પણ તરીકે અને એક ઘેટાંને સારુ બે દશાંશ એફાહ મેદાનો લોટ તેલથી મોહેલો ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
૧૩અને પ્રત્યેક હલવાન માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. આ દહનીયાર્પણ યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ છે.
