ગણના ૨૮:૨૦
બળદની સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.ગણના ૨૮:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 28:20
- with their meal offering, fine flour mixed with oil. You shall offer three tenths for a bull, and two tenths for the ram.
- हिन्दी — गिनती २८:२०
- और उनका अन्नबलि तेल से सने हुए मैदे का हो; बछड़े के साथ एपा का तीन दसवाँ अंश और मेढ़े के साथ एपा का दो दसवाँ अंश मैदा हो।
સંદર્ભમાં
૧૮પ્રથમ દિવસે યહોવાહની સમક્ષ પવિત્ર સભા રાખવી. તે દિવસે રોજનું કામ કરવું નહિ.
૧૯પણ તમારે યહોવાહને દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ ચઢાવવું. તમે બે વાછરડા, એક ઘેટાં અને એક વર્ષની ઉંમરના ખોડખાંપણ વગરના સાત હલવાનો ચઢાવ.
૨૦બળદની સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
૨૧સાત હલવાનોમાંના દરેક હલવાન સાથે એક દશાંશ એફાહ મેંદાનો લોટ તેલથી મોહેલો તમારે ચઢાવવો.
૨૨તમારા પોતાના માટે પ્રાયશ્ચિત કરવા સારુ પાપાર્થાર્પણ તરીકે તમે એક બકરાનું અર્પણ કરો.
