ગણના ૫:૧૮
પછી યાજક તે સ્ત્રીને યહોવાહ સમક્ષ રજૂ કરે અને તેના વાળ છોડી નંખાવે અને તેના હાથમાં સ્મરણદાયક ખાદ્યાર્પણ એટલે સંશયનું ખાદ્યાપર્ણ આપે. અને યાજકે કડવું શાપકારક પાણી પોતાનાં હાથમાં લે.ગણના ૫:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 5:18
- The priest shall set the woman before the LORD, and let the hair of the woman’s head go loose, and put the meal offering of memorial in her hands, which is the meal offering of jealousy. The priest shall have in his hand the water of bitterness that brings a curse.
- हिन्दी — गिनती ५:१८
- तब याजक उस स्त्री को यहोवा के सामने खड़ा करके उसके सिर के बाल बिखराए, और स्मरण दिलानेवाले अन्नबलि को जो जलनवाला है उसके हाथों पर धर दे। और अपने हाथ में याजक कड़वा जल लिये रहे जो श्राप लगाने का कारण होगा।
સંદર્ભમાં
૧૬યાજકે તે સ્ત્રીને યહોવાહ સમક્ષ રજૂ કરવી.
૧૭પછી યાજકે માટીના પાત્રમાં પવિત્ર પાણી લેવું અને યાજકે મંડપની ભૂમિ પરની ધૂળ લઈને તેમાં નાખવી.
૧૮પછી યાજક તે સ્ત્રીને યહોવાહ સમક્ષ રજૂ કરે અને તેના વાળ છોડી નંખાવે અને તેના હાથમાં સ્મરણદાયક ખાદ્યાર્પણ એટલે સંશયનું ખાદ્યાપર્ણ આપે. અને યાજકે કડવું શાપકારક પાણી પોતાનાં હાથમાં લે.
૧૯ત્યારબાદ યાજક તે સ્ત્રી પાસે પ્રતિજ્ઞા લેવડાવે અને તે સ્ત્રીને કહે કે, “જો કોઈ પુરુષ સાથે તેં વ્યભિચાર કર્યો હોય નહિ અને જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય નહિ તો આ શાપના કડવા પાણીની સત્તાથી તું મુક્ત થશે.
૨૦પણ જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય અને તે તારા પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે વ્યભિચાર કર્યો હોય તો,
