ગણના ૫:૭
તેણે પોતે કરેલાં પાપની કબૂલાત કરવી અને પોતાના ગુનાનો પૂરો બદલો ભરી આપવો. ઉપરાંત તેમાં તે પંચમાશ ઉમેરીને જેના સંબંધમાં તેણે ગુનો કર્યો હોય તેને તે આપે.ગણના ૫:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 5:7
- then he shall confess his sin which he has done; and he shall make restitution for his guilt in full, add to it the fifth part of it, and give it to him in respect of whom he has been guilty.
- हिन्दी — गिनती ५:७
- तब वह अपना किया हुआ पाप मान ले; और पूरी क्षतिपूर्ति में पाँचवाँ अंश बढ़ाकर अपने दोष के बदले में उसी को दे, जिसके विषय दोषी हुआ हो।
સંદર્ભમાં
૫ફરી યહોવાહ મૂસાને કહ્યું,
૬ઇઝરાયલપુત્રોને કહે કે, માણસો જે પાપ કરે છે તેમાંનું કોઈપણ પાપ કરીને જો કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની વિરુદ્ધ અપરાધ કરે તો તે વ્યક્તિ દોષિત બને છે.
૭તેણે પોતે કરેલાં પાપની કબૂલાત કરવી અને પોતાના ગુનાનો પૂરો બદલો ભરી આપવો. ઉપરાંત તેમાં તે પંચમાશ ઉમેરીને જેના સંબંધમાં તેણે ગુનો કર્યો હોય તેને તે આપે.
૮પણ ગુનાને માટે જેને બદલો આપવાનો હોય એવું તેનું નજીકનું કોઈ સગું ના હોય, તો તે રકમ યહોવાહને આપવી અને યાજકને ચૂકવવી. વળી જે પ્રાયશ્ચિતનો ઘેટો કે જેથી તેને સારુ પ્રાયશ્ચિત કરવામાં આવશે તે પણ યાજકને મળે.
૯અને ઇઝરાયલી લોકોની સર્વ પવિત્ર વસ્તુઓનાં દરેક ઉચ્છાલીયાર્પણ કે જે તે યાજકની પાસે લાવે તે તેનું ગણાય.
