ગણના ૭:૧૨
અને પહેલે દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળનો આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો.ગણના ૭:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 7:12
- He who offered his offering the first day was Nahshon the son of Amminadab, of the tribe of Judah,
- हिन्दी — गिनती ७:१२
- इसलिए जो पुरुष पहले दिन अपनी भेंट ले गया वह यहूदा गोत्रवाले अम्मीनादाब का पुत्र नहशोन था;
સંદર્ભમાં
૧૦વેદીનો અભિષેક થયો તે દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવાને આગેવાનોએ અર્પણ કર્યું તેઓએ વેદી આગળ પોતાનું અર્પણ ચઢાવ્યું.
૧૧યહોવાહે મૂસાને કહ્યું, સર્વ અધિપતિઓ પોતપોતાના દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા સારુ અર્પણ ચઢાવે.
૧૨અને પહેલે દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળનો આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો.
૧૩અને તેનું અર્પણ ચાંદીની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું. પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો હતો; બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૧૪તેણે દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર પણ આપ્યું.
