નીતિવચનો ૧૭:૧૩
જો કોઈ ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે, તો તેના ઘરમાંથી બૂરાઈ દૂર થશે નહિ.નીતિવચનો ૧૭:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 17:13
- Whoever rewards evil for good, evil shall not depart from his house.
- हिन्दी — नीतिवचन १७:१३
- जो कोई भलाई के बदले में बुराई करे, उसके घर से बुराई दूर न होगी।
સંદર્ભમાં
૧૧દુર્જન હંમેશા આફતો શોધ્યા કરે છે. તે માટે તેની સામે ક્રૂર સંદેશાવાહક મોકલવામાં આવશે.
૧૨જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો; પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો.
૧૩જો કોઈ ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે, તો તેના ઘરમાંથી બૂરાઈ દૂર થશે નહિ.
૧૪કોઈ પાણીને બહાર આવવાનું બાકું કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા અગાઉ સમાધાન કરી લો.
૧૫જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે તે બન્નેને યહોવાહ ધિક્કારે છે.
