નીતિવચનો ૨૪:૧૫
હે દુષ્ટ માણસ, સજ્જનના ઘર આગળ લાગ જોઈ બેસી રહીશ નહિ, તેના ઘર પર આક્રમણ કરીશ નહિ.નીતિવચનો ૨૪:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 24:15
- Don’t lay in wait, wicked man, against the habitation of the righteous. Don’t destroy his resting place;
- हिन्दी — नीतिवचन २४:१५
- तू दुष्ट के समान धर्मी के निवास को नष्ट करने के लिये घात में न बैठ ; और उसके विश्रामस्थान को मत उजाड़;
સંદર્ભમાં
૧૩મારા દીકરા, મધ ખા કેમ કે તે ગુણકારી છે, મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે.
૧૪ખરેખર ડહાપણ તારા આત્માને માટે છે, જો તને તે મળ્યું હોય, તો તને તેનું પ્રતિફળ મળશે અને તારી આશા વ્યર્થ જશે નહિ.
૧૫હે દુષ્ટ માણસ, સજ્જનના ઘર આગળ લાગ જોઈ બેસી રહીશ નહિ, તેના ઘર પર આક્રમણ કરીશ નહિ.
૧૬કારણ કે નીતિમાન માણસ સાત વાર પડશે તોપણ તે પાછો ઊભો થશે, પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જશે.
૧૭જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ.
