નીતિવચનો ૨૪:૧૯
દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ અને દુષ્ટોની અદેખાઈ ન કર.નીતિવચનો ૨૪:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 24:19
- Don’t fret yourself because of evildoers, neither be envious of the wicked;
- हिन्दी — नीतिवचन २४:१९
- कुकर्मियों के कारण मत कुढ़, दुष्ट लोगों के कारण डाह न कर;
સંદર્ભમાં
૧૭જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ.
૧૮નહિ તો યહોવાહ તે જોઈને નારાજ થશે અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે.
૧૯દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ અને દુષ્ટોની અદેખાઈ ન કર.
૨૦કારણ કે દુર્જનોનું કોઈ ભવિષ્ય નથી અને દુષ્ટોનો દીવો હોલવાઈ જશે.
૨૧મારા દીકરા, યહોવાહનું તથા રાજાનું ભય રાખ; બળવાખોરો સાથે કશો સંબંધ ન રાખ,
