નીતિવચનો ૩૦:૧૦
નોકરની ખરાબ વાતો જે ખોટી છે તે તેના માલિક આગળ ન કર રખેને તે તને શાપ આપે અને તેણે જે કર્યું હતું તેને માટે તું દોષપાત્ર ઠરે.નીતિવચનો ૩૦:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 30:10
- “Don’t slander a servant to his master, lest he curse you, and you be held guilty.
- हिन्दी — नीतिवचन ३०:१०
- किसी दास की, उसके स्वामी से चुगली न करना , ऐसा न हो कि वह तुझे श्राप दे, और तू दोषी ठहराया जाए।
સંદર્ભમાં
૮અસત્ય અને વ્યર્થતાને મારાથી દૂર રાખજો, મને દરિદ્રતા કે દ્રવ્ય પણ ન આપશો; મને જરૂર જેટલી રોટલી આપજો.
૯નહિ તો કદાચ હું વધારે છલકાઈ જાઉં અને તમારો નકાર કરીને કહું કે, “ઈશ્વર તે વળી કોણ છે?” અથવા હું કદાચ ગરીબ થઈને ચોરી કરું અને મારા ઈશ્વરના નામની નિંદા કરું.
૧૦નોકરની ખરાબ વાતો જે ખોટી છે તે તેના માલિક આગળ ન કર રખેને તે તને શાપ આપે અને તેણે જે કર્યું હતું તેને માટે તું દોષપાત્ર ઠરે.
૧૧એવી પણ એક પેઢી છે કે જે પોતાનાં પિતાને શાપ આપે છે અને પોતાની માતાને આશીર્વાદ આપતી નથી.
૧૨એવી પણ એક પેઢી છે જે પોતાને પવિત્ર માને છે, પણ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી.
