નીતિવચનો ૩૦:૧૯
આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન; ખડક ઉપર સરકતા સાપની ચાલ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી તથા યુવાન વચ્ચે ઉદ્દભવતો પ્રેમ.નીતિવચનો ૩૦:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 30:19
- The way of an eagle in the air, the way of a serpent on a rock, the way of a ship in the middle of the sea, and the way of a man with a maiden.
- हिन्दी — नीतिवचन ३०:१९
- आकाश में उकाब पक्षी का मार्ग, चट्टान पर सर्प की चाल, समुद्र में जहाज की चाल, और कन्या के संग पुरुष की चाल ।
સંદર્ભમાં
૧૭જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે અને ગીઘનાં બચ્ચાં તેને ખાઈ જશે.
૧૮ત્રણ બાબતો મને એવી આશ્ચર્યજનક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતી નથી, અરે, ચાર બાબતો હું જાણતો નથી.
૧૯આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન; ખડક ઉપર સરકતા સાપની ચાલ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી તથા યુવાન વચ્ચે ઉદ્દભવતો પ્રેમ.
૨૦વ્યભિચારી સ્ત્રીની રીત આવી હોય છે - તે ખાય છે અને પોતાનું મુખ લૂછી નાખે છે અને કહે છે કે, “મેં કશું ખોટું કર્યું નથી.”
૨૧ત્રણ વસ્તુઓથી પૃથ્વી કાંપે છે, અરે, ચાર બાબતોને તે સહન કરી શકતી નથી.
