ગીતશાસ્ત્ર ૧૧૯:૪૩
મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.ગીતશાસ્ત્ર ૧૧૯:૪૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:43
- Don’t snatch the word of truth out of my mouth, for I put my hope in your ordinances.
- हिन्दी — भजन संहिता ११९:४३
- मुझे अपने सत्य वचन कहने से न रोक क्योंकि मेरी आशा तेरे नियमों पर है।
સંદર્ભમાં
૪૧હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ, તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો.
૪૨તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું.
૪૩મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.
૪૪હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ.
૪૫તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ.
