ગીતશાસ્ત્ર ૧૪૦:૩
તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓની જીભની નીચે નાગનું વિષ છે. સેલાહગીતશાસ્ત્ર ૧૪૦:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 140:3
- They have sharpened their tongues like a serpent. Viper’s poison is under their lips. Selah.
- हिन्दी — भजन संहिता १४०:३
- उनका बोलना साँप के काटने के समान है, उनके मुँह में नाग का सा विष रहता है। (सेला) (रोम. 3:13, याकू. 3:8)
સંદર્ભમાં
૧હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
૨તેઓ પોતાની દુષ્ટ યોજનાઓ ઘડે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.
૩તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓની જીભની નીચે નાગનું વિષ છે. સેલાહ
૪હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો; જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે; એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
૫ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. સેલાહ
