ગીતશાસ્ત્ર ૧૪૦:૮
હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. સેલાહગીતશાસ્ત્ર ૧૪૦:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 140:8
- LORD, don’t grant the desires of the wicked. Don’t let their evil plans succeed, or they will become proud. Selah.
- हिन्दी — भजन संहिता १४०:८
- हे यहोवा, दुष्ट की इच्छा को पूरी न होने दे , उसकी बुरी युक्ति को सफल न कर, नहीं तो वह घमण्ड करेगा। (सेला)
સંદર્ભમાં
૬મેં યહોવાહને કહ્યું, “તમે મારા ઈશ્વર છો; મારી આજીજી સાંભળો.”
૭હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
૮હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. સેલાહ
૯મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે; તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.
૧૦ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો; તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે; એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.”
