ગીતશાસ્ત્ર ૧૪૧:૪
અન્યાય કરનારાઓની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો. તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.ગીતશાસ્ત્ર ૧૪૧:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 141:4
- Don’t incline my heart to any evil thing, to practice deeds of wickedness with men who work iniquity. Don’t let me eat of their delicacies.
- हिन्दी — भजन संहिता १४१:४
- मेरा मन किसी बुरी बात की ओर फिरने न दे; मैं अनर्थकारी पुरुषों के संग, दुष्ट कामों में न लगूँ, और मैं उनके स्वादिष्ट भोजनवस्तुओं में से कुछ न खाऊँ!
સંદર્ભમાં
૨મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ; મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ.
૩હે યહોવાહ, મારા મુખની ચોકી કરો અને મારા હોઠનું દ્વાર સંભાળો.
૪અન્યાય કરનારાઓની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો. તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.
૫જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ. તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; મારું માથું તેનો નકાર નહિ કરે. પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
૬તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે.
