ગીતશાસ્ત્ર ૧૪૪:૪
માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે.ગીતશાસ્ત્ર ૧૪૪:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 144:4
- Man is like a breath. His days are like a shadow that passes away.
- हिन्दी — भजन संहिता १४४:४
- मनुष्य तो साँस के समान है; उसके दिन ढलती हुई छाया के समान हैं।
સંદર્ભમાં
૨તમે મારા કૃપાનિધિ, મારો ગઢ, મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો, તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો, તમે દેશોને મારે તાબે કરો છો.
૩હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો?
૪માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે.
૫હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.
૬વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો.
