ગીતશાસ્ત્ર ૨૨:૨૪
કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી; યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું.ગીતશાસ્ત્ર ૨૨:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 22:24
- For he has not despised nor abhorred the affliction of the afflicted, neither has he hidden his face from him; but when he cried to him, he heard.
- हिन्दी — भजन संहिता २२:२४
- क्योंकि उसने दुःखी को तुच्छ नहीं जाना और न उससे घृणा करता है, यहोवा ने उससे अपना मुख नहीं छिपाया; पर जब उसने उसकी दुहाई दी, तब उसकी सुन ली।
સંદર્ભમાં
૨૨હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ.
૨૩હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો.
૨૪કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી; યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું.
૨૫હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું; તેમનું ભય રાખનારાઓની આગળ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.
૨૬દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે; જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે. તેઓનો હૃદય સર્વકાળ જીવો.
