ગીતશાસ્ત્ર ૨૨:૨૮
કારણ કે રાજ્ય યહોવાહનું છે; તે સર્વ પ્રજા પર રાજ કરે છે.ગીતશાસ્ત્ર ૨૨:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 22:28
- For the kingdom is the LORD’s. He is the ruler over the nations.
- हिन्दी — भजन संहिता २२:२८
- क्योंकि राज्य यहोवा ही का है, और सब जातियों पर वही प्रभुता करता है। (जक. 14:9)
સંદર્ભમાં
૨૬દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે; જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે. તેઓનો હૃદય સર્વકાળ જીવો.
૨૭પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની આગળ આવીને પ્રણામ કરશે.
૨૮કારણ કે રાજ્ય યહોવાહનું છે; તે સર્વ પ્રજા પર રાજ કરે છે.
૨૯પૃથ્વીના સર્વ મોટા લોકો પ્રણામ કરશે ; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.
૩૦તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે; આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણું પ્રગટ કરવામાં આવશે.
