ગીતશાસ્ત્ર ૩૫:૨૫
તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, “આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે.” તેઓને એમ કહેવા ન દો કે, “અમે તેને ગળી ગયા છીએ .”ગીતશાસ્ત્ર ૩૫:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 35:25
- Don’t let them say in their heart, “Aha! That’s the way we want it!” Don’t let them say, “We have swallowed him up!”
- हिन्दी — भजन संहिता ३५:२५
- वे मन में न कहने पाएँ, “आहा! हमारी तो इच्छा पूरी हुई!” वे यह न कहें, “हम उसे निगल गए हैं।”
સંદર્ભમાં
૨૩મારો ન્યાય કરવા માટે જાગૃત થાઓ; હે મારા ઈશ્વર અને મારા પ્રભુ, મારી દાદ સાંભળવા માટે જાગો.
૨૪હે મારા ઈશ્વર યહોવાહ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો; તેઓને મારા પર આનંદ કરવા ન દો.
૨૫તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, “આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે.” તેઓને એમ કહેવા ન દો કે, “અમે તેને ગળી ગયા છીએ .”
૨૬મારા નુકસાનમાં આનંદ પામનારા સર્વ બદનામ થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ બડાઈ કરનારાઓ અપમાનિત થઈને શરમાઈ જાઓ.
૨૭જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો; તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે, તે યહોવાહની સ્તુતિ થાઓ.
