ગીતશાસ્ત્ર ૪૦:૧૪
જેઓ મારી પાછળ પડીને મારા આત્માનો નાશ કરવા મથે છે તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો. જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે, તેઓ પાછા હઠો અને બદનામ થાઓ.ગીતશાસ્ત્ર ૪૦:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 40:14
- Let them be disappointed and confounded together who seek after my soul to destroy it. Let them be turned backward and brought to dishonor who delight in my hurt.
- हिन्दी — भजन संहिता ४०:१४
- जो मेरे प्राण की खोज में हैं, वे सब लज्जित हों; और उनके मुँह काले हों और वे पीछे हटाए और निरादर किए जाएँ जो मेरी हानि से प्रसन्न होते हैं।
સંદર્ભમાં
૧૨કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે; મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી; તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે અને મારું હૃદય નિર્બળ થયું છે.
૧૩હે યહોવાહ, કૃપા કરીને મને છોડાવો; હે યહોવાહ, મને સહાય કરવાને ઉતાવળ કરો.
૧૪જેઓ મારી પાછળ પડીને મારા આત્માનો નાશ કરવા મથે છે તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો. જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે, તેઓ પાછા હઠો અને બદનામ થાઓ.
૧૫જેઓ મને કહે છે કે, “આહા, આહા.” તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ.
૧૬પણ જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા ઉદ્ધાર ચાહે છે તેઓ નિરંતર કહો, “યહોવાહ મોટા મનાઓ.”
