ગીતશાસ્ત્ર ૪૫:૫
તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે.ગીતશાસ્ત્ર ૪૫:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 45:5
- Your arrows are sharp. The nations fall under you, with arrows in the heart of the king’s enemies.
- हिन्दी — भजन संहिता ४५:५
- तेरे तीर तो तेज हैं, तेरे सामने देश-देश के लोग गिरेंगे; राजा के शत्रुओं के हृदय उनसे छिदेंगे।
સંદર્ભમાં
૩હે પરાક્રમી, તમે તમારી તલવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો.
૪સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.
૫તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે.
૬ઈશ્વરે તમારા માટે આપેલા રાજ્યાસન સનાતન છે ; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે.
૭તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે.
