ગીતશાસ્ત્ર ૫૭:૫
હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ.ગીતશાસ્ત્ર ૫૭:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 57:5
- Be exalted, God, above the heavens! Let your glory be above all the earth!
- हिन्दी — भजन संहिता ५७:५
- हे परमेश्वर तू स्वर्ग के ऊपर अति महान और तेजोमय है, तेरी महिमा सारी पृथ्वी के ऊपर फैल जाए!
સંદર્ભમાં
૩જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે; સેલાહ તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે.
૪મારો આત્મા સિંહોની મધ્યે છે ; અગ્નિથી સળગેલા સાથે મારે સૂઈ રહેવું પડે છે, માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ તલવાર જેવી છે.
૫હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ.
૬તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે. સેલાહ
૭હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.
