ગીતશાસ્ત્ર ૫૯:૧૩
કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો, કે જેથી તેઓ રહે જ નહિ; તેઓને જણાવો કે ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે અને પૃથ્વીના અંત સુધી પણ રાજ કરે છે. સેલાહગીતશાસ્ત્ર ૫૯:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 59:13
- Consume them in wrath. Consume them, and they will be no more. Let them know that God rules in Jacob, to the ends of the earth. Selah.
- हिन्दी — भजन संहिता ५९:१३
- जलजलाहट में आकर उनका अन्त कर, उनका अन्त कर दे ताकि वे नष्ट हो जाएँ तब लोग जानेंगे कि परमेश्वर याकूब पर, वरन् पृथ्वी की छोर तक प्रभुता करता है। (सेला)
સંદર્ભમાં
૧૧તેઓનો સંહાર કરશો નહિ, નહિ તો મારા લોકો ભૂલી જશે; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.
૧૨કેમ કે તેઓના મુખના પાપને લીધે અને તેઓના હોઠોના શબ્દોને લીધે, તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, તેને લીધે તેઓને પોતાના જ અભિમાનમાં ફસાઈ જવા દો.
૧૩કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો, કે જેથી તેઓ રહે જ નહિ; તેઓને જણાવો કે ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે અને પૃથ્વીના અંત સુધી પણ રાજ કરે છે. સેલાહ
૧૪સાંજે તેઓ પાછા આવો; તેઓ કૂતરાની જેમ ઘૂરકો અને નગરની આસપાસ ફરો.
૧૫તેઓ અહીંતહીં ખાવા માટે ફરતા ફરશે અને જો તેઓ સંતોષી ન હોય તો આખી રાત તેઓ રાહ જોશે .
