ગીતશાસ્ત્ર ૫૯:૫
તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. સેલાહગીતશાસ્ત્ર ૫૯:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 59:5
- You, LORD God of Armies, the God of Israel, rouse yourself to punish the nations. Show no mercy to the wicked traitors. Selah.
- हिन्दी — भजन संहिता ५९:५
- हे सेनाओं के परमेश्वर यहोवा, हे इस्राएल के परमेश्वर सब अन्यजातियों को दण्ड देने के लिये जाग; किसी विश्वासघाती अत्याचारी पर अनुग्रह न कर। (सेला)
સંદર્ભમાં
૩કેમ કે, જુઓ, તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહ્યા છે; શક્તિશાળી દુષ્ટો મારી સામે એકત્ર થાય છે, પણ, હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
૪જો કે મારો કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગો અને જુઓ.
૫તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. સેલાહ
૬તેઓ સાંજના સમયે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે; અને નગરની આસપાસ ફરે છે.
૭જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે; તેઓના હોઠોમાં તલવારો છે, કેમ કે તેઓ કહે છે કે, “અમારું સાંભળનાર કોણ છે?”
