ગીતશાસ્ત્ર ૬:૪
હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!ગીતશાસ્ત્ર ૬:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 6:4
- Return, LORD. Deliver my soul, and save me for your loving kindness’ sake.
- हिन्दी — भजन संहिता ६:४
- लौट आ, हे यहोवा , और मेरे प्राण बचा; अपनी करुणा के निमित्त मेरा उद्धार कर।
સંદર્ભમાં
૨હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
૩મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?
૪હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!
૫કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે?
૬હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
