ગીતશાસ્ત્ર ૬૨:૯
નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે; તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે.ગીતશાસ્ત્ર ૬૨:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 62:9
- Surely men of low degree are just a breath, and men of high degree are a lie. In the balances they will go up. They are together lighter than a breath.
- हिन्दी — भजन संहिता ६२:९
- सचमुच नीच लोग तो अस्थाई, और बड़े लोग मिथ्या ही हैं; तौल में वे हलके निकलते हैं; वे सब के सब साँस से भी हलके हैं।
સંદર્ભમાં
૭ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે.
૮હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો; તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે. સેલાહ
૯નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે; તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે.
૧૦જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો.
૧૧ઈશ્વર એક વાર બોલ્યા છે, આ વાત મેં બે વાર સાંભળી છે: સામર્થ્ય ઈશ્વરનું જ છે.
