ગીતશાસ્ત્ર ૬૮:૧૫
એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે; બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે.ગીતશાસ્ત્ર ૬૮:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 68:15
- The mountains of Bashan are majestic mountains. The mountains of Bashan are rugged.
- हिन्दी — भजन संहिता ६८:१५
- बाशान का पहाड़ परमेश्वर का पहाड़ है; बाशान का पहाड़ बहुत शिखरवाला पहाड़ है।
સંદર્ભમાં
૧૩જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે ચાંદીનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો.
૧૪જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું.
૧૫એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે; બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે.
૧૬અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો? નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે.
૧૭ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે; જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે.
