ગીતશાસ્ત્ર ૬૮:૧૮
તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી ભેટો લીધી, એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.ગીતશાસ્ત્ર ૬૮:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 68:18
- You have ascended on high. You have led away captives. You have received gifts among people, yes, among the rebellious also, that the LORD God might dwell there.
- हिन्दी — भजन संहिता ६८:१८
- तू ऊँचे पर चढ़ा, तू लोगों को बँधुवाई में ले गया; तूने मनुष्यों से, वरन् हठीले मनुष्यों से भी भेंटें लीं, जिससे यहोवा परमेश्वर उनमें वास करे। (इफि. 4:8)
સંદર્ભમાં
૧૬અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો? નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે.
૧૭ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે; જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે.
૧૮તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી ભેટો લીધી, એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.
૧૯પ્રભુની સ્તુતિ થાઓ, કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા ઉદ્ધારના ઈશ્વર છે. સેલાહ
૨૦ઈશ્વર એ આપણા ઈશ્વર છે જેમણે આપણને બચાવ્યા; મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાહ પાસે છે.
