ગીતશાસ્ત્ર ૬૮:૨૨
પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ, હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ.ગીતશાસ્ત્ર ૬૮:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 68:22
- The Lord said, “I will bring you again from Bashan, I will bring you again from the depths of the sea,
- हिन्दी — भजन संहिता ६८:२२
- प्रभु ने कहा है, “मैं उन्हें बाशान से निकाल लाऊँगा, मैं उनको गहरे सागर के तल से भी फेर ले आऊँगा,
સંદર્ભમાં
૨૦ઈશ્વર એ આપણા ઈશ્વર છે જેમણે આપણને બચાવ્યા; મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાહ પાસે છે.
૨૧પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે, પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે.
૨૨પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ, હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ.
૨૩કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે.”
૨૪હે ઈશ્વર, તેઓએ તમારી સવારી જોઈ છે, મારા ઈશ્વર, મારા રાજાના પવિત્રસ્થાનની સવારી તેઓએ જોઈ છે.
