ગીતશાસ્ત્ર ૬૮:૨૮
તમારા ઈશ્વરે તમારું બળ સર્જ્યું છે ; હે ઈશ્વર, જેમ ભૂતકાળમાં તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમ અમને તમારું સામર્થ્ય પ્રગટ કરો.ગીતશાસ્ત્ર ૬૮:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 68:28
- Your God has commanded your strength. Strengthen, God, that which you have done for us.
- हिन्दी — भजन संहिता ६८:२८
- तेरे परमेश्वर ने तेरी सामर्थ्य को बनाया है, हे परमेश्वर, अपनी सामर्थ्य को हम पर प्रगट कर, जैसा तूने पहले प्रगट किया है।
સંદર્ભમાં
૨૬હે ભક્તમંડળ, તમે ઈશ્વરની સ્તુતિ કરો; ઇઝરાયલના વંશજો તમે યહોવાહની સ્તુતિ કરો.
૨૭પ્રથમ ત્યાં બિન્યામીનનું નાનું કુળ આગેવાની આપે છે, પછી યહૂદાના આગેવાનો અને તેઓની સભા, ત્યારબાદ ઝબુલોનના આગેવાનો અને નફતાલીના આગેવાનો પણ ત્યાં છે.
૨૮તમારા ઈશ્વરે તમારું બળ સર્જ્યું છે ; હે ઈશ્વર, જેમ ભૂતકાળમાં તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમ અમને તમારું સામર્થ્ય પ્રગટ કરો.
૨૯કેમ કે યરુશાલેમના તમારા ઘરમાં રાજાઓ તમારી પાસે ભેટો લાવશે.
૩૦સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો, બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો. જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.
