ગીતશાસ્ત્ર ૬૮:૩
પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો; તેઓ આનંદ કરો અને હર્ષ પામો.ગીતશાસ્ત્ર ૬૮:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 68:3
- But let the righteous be glad. Let them rejoice before God. Yes, let them rejoice with gladness.
- हिन्दी — भजन संहिता ६८:३
- परन्तु धर्मी आनन्दित हों; वे परमेश्वर के सामने प्रफुल्लित हों; वे आनन्द में मगन हों!
સંદર્ભમાં
૧ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ; તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.
૨તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.
૩પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો; તેઓ આનંદ કરો અને હર્ષ પામો.
૪ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે ; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.
૫અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર , એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
