ગીતશાસ્ત્ર ૭:૮
યહોવાહ લોકોનો ન્યાય કરે છે; હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.ગીતશાસ્ત્ર ૭:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 7:8
- The LORD administers judgment to the peoples. Judge me, LORD, according to my righteousness, and to my integrity that is in me.
- हिन्दी — भजन संहिता ७:८
- यहोवा जाति-जाति का न्याय करता है; यहोवा मेरी धार्मिकता और खराई के अनुसार मेरा न्याय चुका दे।
સંદર્ભમાં
૬હે યહોવાહ, તમે કોપ કરીને ઊઠો; મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ; મારા માટે જાગૃત થાઓ અને એ ન્યાયી નિયમોનું પાલન કરો કે જેને માટે તમે તેઓને માટે આજ્ઞા આપી છે.
૭દેશોની પ્રજા તમારી આસપાસ એકત્ર થાય; તમારા રાજ્યાસન પર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.
૮યહોવાહ લોકોનો ન્યાય કરે છે; હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.
૯દુષ્ટ લોકોનાં દુષ્ટ કાર્યોનો અંત લાવો, પણ ન્યાયી લોકોને સ્થાપન કરો, ન્યાયી ઈશ્વર, હૃદયોને તથા મનને પારખનાર છે.
૧૦મારી ઢાલ ઈશ્વર છે, તે ઇમાનદાર હૃદયવાળાને બચાવે છે.
