ગીતશાસ્ત્ર ૭૧:૧૩
મારા આત્માનાં દુશ્મનો બદનામ થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.ગીતશાસ્ત્ર ૭૧:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 71:13
- Let my accusers be disappointed and consumed. Let them be covered with disgrace and scorn who want to harm me.
- हिन्दी — भजन संहिता ७१:१३
- जो मेरे प्राण के विरोधी हैं, वे लज्जित हो और उनका अन्त हो जाए; जो मेरी हानि के अभिलाषी हैं, वे नामधराई और अनादर में गड़ जाएँ।
સંદર્ભમાં
૧૧તેઓ કહે છે કે, “ઈશ્વરે તેને તજી દીધો છે; તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે તેને બચાવનાર કોઈ નથી.”
૧૨હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ; હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો.
૧૩મારા આત્માનાં દુશ્મનો બદનામ થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.
૧૪પણ હું નિત્ય તમારી આશા રાખીશ અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ.
૧૫મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે, તેમ છતાં હું તેમને સમજી શકતો નથી.
