ગીતશાસ્ત્ર ૭૧:૨૦
ઘણા ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે તમે અમને ફરીથી સજીવ કરશો અને પૃથ્વીનાં ઊંડાણોમાંથી તમે અમને પાછા બહાર લાવશો.ગીતશાસ્ત્ર ૭૧:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 71:20
- You, who have shown us many and bitter troubles, you will let me live. You will bring us up again from the depths of the earth.
- हिन्दी — भजन संहिता ७१:२०
- तूने तो हमको बहुत से कठिन कष्ट दिखाए हैं परन्तु अब तू फिर से हमको जिलाएगा; और पृथ्वी के गहरे गड्ढे में से उबार लेगा ।
સંદર્ભમાં
૧૮હે ઈશ્વર, જ્યારે હું વૃદ્ધ તથા પળિયાંવાળો થાઉં, ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ, હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.
૧૯હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે?
૨૦ઘણા ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે તમે અમને ફરીથી સજીવ કરશો અને પૃથ્વીનાં ઊંડાણોમાંથી તમે અમને પાછા બહાર લાવશો.
૨૧તમે મારું મહત્વ વધારો; પાછા ફરીને મને દિલાસો આપો.
૨૨સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇઝરાયલના પવિત્ર, વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ.
